સોમવાર, 29 માર્ચ, 2021

સર્જનાત્મકતાનું મુળ

નાનું બાળક ક્યારેય સર્જનાત્મક નથી હોતું! એતો કોઈ બાબતનું ફક્ત અનુકરણ અથવા પુનરાવર્તન કરતાં જાણે છે! સર્જનાત્મક બનતા વાર લાગે! અમુકને ઓછી લાગે અમુકને વધારે લાગે! પણ હા, દરેક વ્યક્તિ સર્જનાત્મક તો હોય જ છે અથવા બનતી જ હોય છે!

હું બીજા કે ત્રીજા ધોરણમાં હતોલગભગ બીજામાં જ! હાબીજા ધોરણમાં જ! લીંબડી તાલુકાનાં શિયાણી ગામની એ પ્રાથમિક શાળા નં.1…  સ્કુલે જવું ગમતું હતું, પણ કોણ જાણે કંઈક ડર મનનાં તળિયે ક્યાંક ચોટી ગયેલો! કોનો ડર?… કાકાથી ડર લાગતો, શેરીનાં મોટાં છોકરાઓથી, સ્કુલનાં રસ્તે સૂતેલ કુતરાઓથી કે પછી પેલાં સાહેબો કંઈક પુછવા ઉભો કરશે એ વાતથી! કઈક ડર હતો અથવા તો કઈક-કેટલાએ ડરો હતાં! હજુ પણ ક્યારેક યાદ આવી જાય તો અકળામણ થાય કે હું માત્ર છએક વરસનો અને આટલો બધો ડર હતો!

એકવાર વર્ગ શિક્ષકે બારાખડી પાકી કડકડાટ કરી લાવવાનું કહ્યું, જો નઈ આવડે તો માર પાક્કો હતો!

ઘેરે આવી કાકાને કહ્યુંએમણે બારાખડી શીખવી! ક, કા, કિ, કી…. (ઉદાહરણ તરીકે પેલી લાઈન શીખવી)

પેલી લાઈન તો પાક્કી થઈ ગઈ… (ઊંઘમાં પુછે તો પણ બોલી જવ)

હવે આવી જ રીતે બીજા બધાં અક્ષર માટે બોલવાનું, સમજાયું?” કાકાએ કર્કશ અવાજમાં જોર દઈ પૂછ્યું!મેં કીધું,”હા”! (ડર અને વિશ્વાસ વચ્ચે ઝોલાં ખાતો હતો મારાં મોઢાંમાંથી નિકળેલ શબ્દ હા’)
પણમને બારાખડી આવડી ગઈ એવો વહેમ! કોઈએ જાણવાની કોસિસ ન કરી કે શું ખરેખર આવડી કે! (વ્યક્તિગત સમય ક્યાં હતો કોઈ પાસે?)

બે દિવસ બાદ વર્ગ શિક્ષક જે એક બેન હતા, એમને વારા ફરતી બધાંને પુછવા લાગ્યાં, પોતાની પાસે બોલાવી બારાક્ષરીની કોઈ પણ એક લાઈન પુછતાંજેને ન આવડે એને 2-2 ધબ્બાં!

હું તો મંત્રની જેમ મનમાં યાદ કરવા લાગેલ…! મારો નંબર બોલ્યાં, હું ગયો, ઉભો રહ્યો! પુછ્યું… “તૈયાર કરી લાવ્યો?” મેં હામાં ખાલી માથું ધુણાવ્યું! બોલ ની લાઈન! હું ફટાફટ બોલી ગયો!, કા, કિ,…!” ખુબ સરસચાલ હવે ની લાઈન બોલ!

હું મુંઝાયો… ‘નો તો અભ્યાસ જ ન કર્યો હતો (કરાવ્યો પણ ન હતો કોઇએ)પણ કાકાએ કહેલી પેલી વાત મને યાદ આવી, ‘બસ હવે આવી જ રીતે બીજા અક્ષર માટે બોલવાનું! ‘”આવી જ રીતે!

મેં તરત જ ઊંડો શ્વાસ લઈ, બોલવા માંડ્યો… “, કા, કિ, કી…”ઉભો રે! મેં કીધું ની લાઈન!, ‘તો તું બોલી ગયો ને!

મને કંઈ સમજાયું નઈ, પણ હુ ખોટો છું એવુ મને લાગ્યુંગભરાહટ શરું થઈફરી બોલવાની શરૂઆત કરી… , કા, કિ, કી, કૂ, કુ

બેન ગુસ્સે થયાં, “સમજતું નથી તને, મેં જે આંગળી મૂકી છે એ અક્ષરવાળી લીટી પુરી કર, બીજી લીટી, ખ-વાળી!!એ શિક્ષક હતાંછતાંપણ એ સમજી ન શક્યા કે પ્રોબ્લમશું અને ક્યાં છે?
ફરી એ જ પુનરાવર્તન મે કર્યુ (શું કરું, મનમાં પહેલી લીટી સિવાય કશું હતું જ નઈ તો!)
બે ધબ્બાં પડ્યાં… … કાન પકડી-ખેંચી કહ્આયું, “સાંભળ, આને ખ, ખા, ખિએમ બોલવાનુંએના પછી, ગા, ગિએમ બોલવાનું!”…”સમજાયું?” (મને એજ પેલો કર્કશ અવાજ અને એજ અવાજમાં જોર! ફક્ત સ્વર અહી સ્ત્રીનો હતો!) વળી પાછાં બે ધબ્બાં પડ્યાં!

ખુબ સહેલું હતુંપણ મને જ ન સમજાયું!!!મેં એ દિવસે આખી બારાખડી મોઢે કરી, પણ આમાં ક્યાંય કશું નિર્માણ થયું હોય એવી ખુશી મને નોતી! અને પેલો ડર પણ કાયમ ચોટી ગયો કે મને ન આવડ્યું!

બાળકોની સુક્ષ્મ-સર્જનાત્મકતા (જે હજુ મનમાં એક કુમળાં છોડ સમાન ઉગી જ રહી હોય છે!) જાણે અજાણે જ સુન્ન પડી જતી હોય છે! અરે બાળક તો શું કોઈ પુખ્તવયના માણસની વિચાર કરવાની શક્તિ અને નવું કરવાનો અભિગમ નાશ પામતો હોય છે ને! જો અનુકુળ સદભાવ કે પ્રેમભાવ ન મળે તો!!!

લોકોની સર્જનાત્મકતા માટેઆદેશથી સુચના આપી, આ કર, આમ કર, કે આવું કે આવી રીતે કરઆ બધુ માણસની સર્જનાત્મકતાને ભરખી જાય છે! એની બદલીમાં જિજ્ઞાસાથી પૂછવું જોઇએ, શું કર્યુ, કેવું કર્યુ, કેમ અને કેવી રીતે કર્યુ!!! આ સવાલો એને કામ કરતો કરશે! પોતાની રીતે, પોતાની જાતે!

આદેશમાં છુપો રોષ ઉત્પન્ન થાય છે, જ્યારે જિજ્ઞાસા સન્માન પેદા કરે છે!
બોસ અને લીડરની સફળતાનાં તફાવતનું કારણ આ જ છે!
લોકો જો સર્જનાત્મક હશે તો વિકાસ કરી શકે છે!

આદેશો માણસને આધિનતાનો અહેસાસ કરાવે છે! જે મુક્ત વિચારોને અટકાવે છેજ્યારે જિજ્ઞાસા એ સ્વયંને સિદ્ધ કરી મુક્તિની અનુભૂતિ અપાવે છે!
એટલે લોકોને મુક્ત કરો! પ્રેમ કરો! પોતે કોઈના પણ આધિન ન બનો!

-Mahesh Jadav

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો