સોમવાર, 29 માર્ચ, 2021

સંરક્ષક બનો!

એક નાનો જમીનનો ટૂકડો, અમે એનાં પર એક સામાન્ય પતરાંવાળું ઘરબનાવ્યું! પરિવારનાં પાંચ સભ્યોએ આ ઘર ઉભું કરેલું, લગભગ ચાલીસેક હજારનો કુલ ખર્ચ બેસેલો! એ પણ ઉધાર અને માંગીને લાવેલ રૂપિયે! પણ પોતાનું ઘર બન્યું એટલે નિરાંત હતી હવે ઘરભાડું નઈ ચુકવવું પડે એની રાહત! 2007માં એ ઘર બનેલું, હું BScનાં પ્રથમ સેમેસ્ટમાં હતો!

ભોળું માણાહ!

આપણી આજુબાજુ એક એવી માનસિકતાવાળા લોકોનો બહું મોટો જથ્થો છે જે કોઈને કરવામાં આવતી મદદને મુર્ખામી સમજે છે! અને આ મદદનો ભાવ જો ભોળો હોય તો અમુક લુચ્ચા લોકો એનો ગેરફાયદો ઉઠાવી છેતરી જતાં હોય છે! પણ ગર્વ છે મને મેં જોયેલા એક વૃદ્ધ પર કે જે પોતાનો આ ભોળોભાવ છોડવા તૈયાર નથી! જે મદદ અને સહાય માટે તત્પર રહેતા લોકોને મુર્ખ સમજી એમની મજાક ઉડાવે છે પણ જયારે તે જ લોકો કોઈ મુસીબતમાં સપડાય છે ત્યારે એમની આંખો આવા જ કોઈ મદદ અને સહાય કરતા હોય એવા લોકોને શોધતી હોય છે!

મનોભાર!

 જીવનમાં ઓછામાં ઓછો એક મિત્ર એવો જરૂર રાખવો કે જે તમને જરૂરી છે એવી સલાહ આપે અને એ સલાહ અનુરૂપ જરૂરી મદદ માટે પણ તત્પર રહે, તમારી મનોદશાને આબેહુબ કળી જાય અને તમને ખ્યાલ ન હોય, તો પણ એ તમારાં વિશેની જરૂરી બાબતોનું ખ્યાલ રાખે. આપણે એના પર નિર્ભર રહેવાની આ વાત નથી પણ જીવનમાં આવતાં અમુક વળાંકોમાં જો આવા મિત્રો મળે તો તમે લપસી જતાં બચી જશો!

દરેકમાં જીવ હોય છે!

 કોઈના વળતરની આશા અથવા કોઈના ઉપકારને લીધે કોઈની મદદ કરવી એતો ખરી મદદ કે ઉપકાર ન કહી શકાય ને!પણ…. જ્યાં આવી કોઈ પરિસ્થિતિ ન હોય અને છતાં કોઈની મદદ માટે પોતાનું હૈયું મોકળું બને તો સમજવું કે તમે માણસ છો!

આત્મનિર્ભરતા

લોકોનાં જીવન સરળ ક્યાં હોય છે?

બે ટંકનું સારું જમવાનું મળે તો પણ ઘણું!

છતાં પોતાને જે તકલીફો કે પરેશાનીઓ સહન કરવી પડી એ એના સંતાનોને ન સહન કરવી પડે એટલાં માટેજ તે પોતાનાં બાળકોને સારું શિક્ષણ આપવા તત્પર થાય છે 

પણ

કોઈ ઘરનો મોભી કે મુખ્ય માણસ કઈ બાબતને વધુ અગત્યની અને કોને વધારે પ્રાથમિકતા આપે છે એ અહી મહત્વનું છે!

સર્જનાત્મકતાનું મુળ

નાનું બાળક ક્યારેય સર્જનાત્મક નથી હોતું! એતો કોઈ બાબતનું ફક્ત અનુકરણ અથવા પુનરાવર્તન કરતાં જાણે છે! સર્જનાત્મક બનતા વાર લાગે! અમુકને ઓછી લાગે અમુકને વધારે લાગે! પણ હા, દરેક વ્યક્તિ સર્જનાત્મક તો હોય જ છે અથવા બનતી જ હોય છે!